બેઘર પક્ષીરાજ - રીટા રીટ્ઝ

 બેઘર પક્ષીરાજ



કેટલા હિંમતવાન પેલા પક્ષીરાજ
રોજ આગની ડાળીએ બેસી ખેલે ખેલ
ડર હજારો કરંટનો લઈને પણ ખેડે રાહ
બનાવી આગનો માળ જો.

કુદરતી ઘરની ડાળીઓ નો અભાવ નડે
એટલેજ તો યાહોમ કરી રેડી જોખમ ખેડવા
આવ્યો દિન સંક્રાતિનો ચાલુ મેસેજ ઓનલાઈન દુનિયામાં
પક્ષી બચાવ અભિયાન થાય, ફિલસૂફીનો વાયરો વાય.

ફિલસૂફી જાડવા પહેલા એટલુતો વિચાર માનવી?
બેઘર કરનારા પણ આપણેજ આ માળા વિખનારા આપણેજ.
વિચાર કરવા જેવો આ પ્રશ્ન; શાને ઊડી આવ્યા આ પંખીઓ, નિજ ધામ છોડી કેમ માનવઘર 
તરફ પ્રયાણ?
આપણેજ તોડનાર હવે જપીએ રાગ પક્ષીઓ બચાવ અભિયાનના.

હવે પ્રશ્ન ઉઠે મનમાં આપણે ક્યાં રોંદયા મુક જીવના?
આપણા પૂર્વજના જ અંશ આપણે તો ક્યાંથી થયા અલગ આપણે?

લેખિકા:- રીટ્ઝ ✍️✍️

Post a Comment

Previous Post Next Post